કમલેશ તિવારી હત્યાકાંડ: પોલીસે બંને આરોપીઓ અશફાક અને મોઈનુદ્દીનની તસવીરો બહાર પાડી

યુપી પોલીસે હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યાના આરોપીઓની તસવીરો બહાર પાડી છે. બંને આરોપીઓના નામ અશફાક અને મોઈનુદ્દીન છે.

કમલેશ તિવારી હત્યાકાંડ: પોલીસે બંને આરોપીઓ અશફાક અને મોઈનુદ્દીનની તસવીરો બહાર પાડી

લખનઉ: યુપી પોલીસે હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યાના આરોપીઓની તસવીરો બહાર પાડી છે. બંને આરોપીઓના નામ અશફાક અને મોઈનુદ્દીન છે. આ બાજુ કમલેશ તિવારીની હત્યા કરીને ભાગેલા બંને આરોપીઓ રવિવારે મોડી રાતે શાહજહાપુરમાં જોવા મળ્યાં. બંને ગૌરીફાંટાથી થઈને નેપાળ ભાગવાની ફિરાકમાં હતાં પરંતુ કડક ચેકિંગના કારણે સફળ થઈ શક્યા નથી. ડીજીપી ઓપી સિંહે બંને પર અઢી અઢી લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. 

વારદાત બાદ હત્યાના બંને આરોપી ટ્રેનથી બરેલી પહોંચ્યા અને ત્યાં કોઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હોવાની માહિતી બહાર આવ્યાં બાદથી પોલીસ અને એસટીએફની ટીમો બરેલી અને આસપાસના શહેરોમાં સર્ચ અભિયાન ચલાવી રહી છે. પોલીસને સ્થાનિક લોકોથી એ પણ જાણવા મળ્યું કે શાહજહાપુર રેલવે સ્ટેશનના પૂછપરછ કાઉન્ટર પર બંને સંદિગ્ધોએ ટ્રેન અંગે માહિતી જાણી હતી. 

સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યા
શહેરના સીસીટીવી ફૂટેજમાં બંને સ્ટેશન રોડથી અશફાક નગર જતા જોવા મળ્યાં. રેલવે સ્ટેશન પાસે એક હોટલના મેનેજર રાજેન્દ્રકુમારે જણાવ્યું કે લખનઉથી આવેલી પોલીસે હોટલમાં લાગેલા સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા ફૂટેજમાં બંને સંદિગ્ધ રવિવાર રાતે 12 વાગે રેલવે સ્ટેશનથી શહેર તરફ જતા જોવા મળ્યા હતાં. રોડવેઝના સ્ટેશન માસ્ટર સુશીલ ત્રિવેદીએ જણાવ્યું કે એસઆઈટીએ બસ સ્ટેશને લાગેલા સીસીટીવી કેમેરા અંગે પૂછ્યું. બસ સ્ટેશન પર હાજર મુસાફરો પાસેથી સંદિગ્ધની ઓળખ કરાવવાની પણ કોશિશ કરી. 

જુઓ LIVE TV

કમેલશે મર્ડર કેસનું નાગપુર કનેકશન
સોમવારે યુપી પોલીસે આ મામલે 3 આરોપીઓની ગુજરાતની અમદાવાદ કોર્ટમાં 72 કલાકની ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અને આરોપીઓને લખનઉ લાવવામાં આવ્યાં. આ ઉપરાંત મહારાષ્ટ્ર એટીએસએ આ મામલે અન્ય એક આરોપી સૈયદ અસીમ અલીને નાગપુર કોર્ટ સમક્ષ રજુ કરવાના ટ્રાન્ઝિટ રિમાન્ડ માંગી.

શનિવારના રોજ યુપી અને ગુજરાત પોલીસની જોઈન્ટ ટીમે મૌલાના મોહસિન શેખ (24), ખુર્શીદ પઅહેમદ પઠાણ (23) અને ફૈઝાનની સુરતથી ધરપકડ કરી હતી. અત્રે જણાવવાનું કે 18 ઓક્ટોબરના રોજ લખનઉના નાકા વિસ્તારમાં કમલેશ તિવારીની ગળે ચીરીને હત્યા કરી દેવાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news